Telegram Group Search
CMO Gujarat

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘વન અર્થ, વન સન, વન ગ્રીડ’નો મંત્ર આપ્યો છે. તેમણે વારી એનર્જીની કામગીરીની સરાહના કરવાની સાથોસાથ વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગ્રીન એનર્જી સહિતના ઊભરતા ક્ષેત્રોમાં ગુજરાતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.

ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવતી પોલિસીઓ તેમજ રિન્યુએબલ એનર્જીની દિશામાં ગુજરાતની ક્ષમતા અંગે સૌને માહિતગાર કરતાં મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપતા અભિયાનમાં ગુજરાતની અગ્રિમતાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. સાથે જ ગુંવત્તાયુક્ત કામગીરી દ્વારા ‘ગ્રીન ગ્રોથ, ક્લીન-ગ્રીન એનર્જી’માં ગુજરાતને લીડીંગ સ્ટેટ બનાવવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ખાતે વારી એનર્જી લિ.ના દેશના સૌપ્રથમ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ 5.4GW સોલાર સેલ મેન્યુફેક્ચરીંગ ફેસીલીટીનો કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સહિતના સર્વે મહાનુભાવોએ આ પ્લાન્ટની મુલાકાત કરી, સમગ્ર કાર્યપ્રણાલી અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)ના ₹350 કરોડના ખર્ચે દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું આજે GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરેલો વાર્ષિક 30 હજાર ટનની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 1000 જેટલી રોજગારીનું સર્જન કરશે તેમજ યુરોપ, અમેરિકા અને દક્ષિણ એશિયામાં એક્સપોર્ટ દ્વારા અંદાજે ₹130 કરોડનું વિદેશી હૂંડિયામણ પણ રળી આપશે.

મુખ્યમંત્રીશ્રીએ GACLના સ્થાપના દિવસ અવસરે કાર્યરત થઈ રહેલા આ નવા પ્લાન્ટ માટે અને GACLની 50 વર્ષની પ્રગતિમય સફળતા માટે GACL પરિવારને અભિનંદન પાઠવીને પ્રસંશા કરી હતી.
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં અંદાજે ₹558 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવ અને 90 MLD ડીપ-સી પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી, તેમજ તળાવનું નિરીક્ષણ કરી સમગ્ર પ્રોજેક્ટની વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ તળાવ અને ડીપ-સી પમ્પિંગ સ્ટેશનની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ ઔદ્યોગિક વસાહતમાંથી શુદ્ધિકરણ થઈને પાઈપ લાઈન મારફત પાણી આ તળાવમાં આવશે, ત્યારબાદ અહીંથી પમ્પિંગ કરી અંદાજે 3.46 કિમીની પાઈપલાઈન મારફત દરિયામાં છોડવામાં આવશે.
CMO Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા નદી ઉપર આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની જાત માહિતી મેળવવા પ્રોજેક્ટ સાઈટનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ ઇજનેરો અને અધિકારીઓ તેમજ ઈજારદાર વગેરે સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તથા નિશ્ચિત સમય મર્યાદામાં કામગીરી પૂરી થાય તે અંગેનું માર્ગદર્શન અને જરૂરી સૂચનો આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા.

ભાડભૂત બેરેજ યોજના ભરૂચ પાસે બિનઉપયોગી રીતે દરિયામાં વહી જતા નર્મદા નદીના મીઠા પાણીનું સરોવર બનાવી ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની ખારી થતી જતી જમીનને બચાવવા માટે હાથ ધરાઈ રહી છે.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
CMO Gujarat

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના દરિયામાં વહી જતા વધારાના પાણીનો સંગ્રહ કરી ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં મીઠા પાણીનો પીવાના અને ઔદ્યોગિક વપરાશ તેમજ આ વિસ્તારોમાં પૂરથી વારંવાર થતાં નુકસાનને અટકાવવાની સાથોસાથ સમુદ્રની ભરતીનું પાણી દરિયાના મુખથી 70 કિમી ઉપરવાસમાં શુકલતીર્થ સુધી પ્રવેશતું અટકાવીને જમીનની ખારાશની સમસ્યા દૂર કરવાના લક્ષ્ય સાથેનો બહુહેતુક પ્રોજેકટ એટલે ભાડભૂત બેરેજ યોજના.

નર્મદા નદીનો પૂર પ્રવાહ સરળતાથી પસાર થાય તે માટે બેરેજનું બાંધકામ તબક્કાવાર હાથ ધરવાના આયોજન અંતર્ગત પ્રથમ તબક્કાની 99% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

બેરેજના બાકીના કામો માટે બે તબક્કામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. તદનુસાર, પહેલા તબક્કાની કામગીરી જુલાઈ-2026માં તથા બીજા તબક્કાની કામગીરીમાં પૂર સંરક્ષણ પાળા સહિતની સંપૂર્ણ કામગીરી જુન-2027માં પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
#BhadbhutBarrage
2025/03/30 03:24:01

❌Photos not found?❌Click here to update cache.


Back to Top
HTML Embed Code: